કૃષિ યાંત્રિકીકરણ યોજના ૨૦૨૫-૨૬: i-khedut પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવી, જેમાં ખેડૂતોને મળશે આર્થિક સહાય.
Published on: 28th July, 2025

બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ યાંત્રિકીકરણની નવી યોજના શરૂ થઈ છે. સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો i-khedut પોર્ટલ પર ૨૫ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ યોજનામાં મીની ટ્રેક્ટર, રોટાવેટર, કલ્ટીવેટર અને ટ્રેઇલરની ખરીદી પર ૨૫% થી ૫૦% સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા જરૂરી પુરાવા અપલોડ કરવા.