માધાપર આર્ષ અધ્યયન કેન્દ્રની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ દ્વારા મુલાકાત.
માધાપર આર્ષ અધ્યયન કેન્દ્રની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ દ્વારા મુલાકાત.
Published on: 28th July, 2025

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ સ્વામીજી સાથે માધાપર આર્ષ કુટિરમાં વિચાર ગોષ્ઠી માટે પધાર્યા હતા. અધ્યયન કેન્દ્રમાં છેલ્લા 20 વર્ષથી ચાલતા ઉપનિષદ ચિંતન વર્ગમાં દિલ્હીથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી સાથે સંગોષ્ઠી કરી. કિશોરભાઈ મકવાણા સામાજિક સમરસતા માટે અટલ બિહારી બાજપાઈના હાથે પુરસ્કૃત થયા છે તેમજ ગુજરાત ગૌરવ એવોર્ડથી પણ સન્માનિત છે, અને તેમણે 43થી વધારે પુસ્તકો લખ્યા છે.