વિવરોને મુશ્કેલી: યાર્નના રો-મટીરીયલ PTAના ભાવમાં કિલોએ ₹1.20નો વધારો.
Published on: 28th July, 2025

ક્રુડ ઓઈલના ભાવમાં વધારો ન હોવા છતાં પોલિએસ્ટર યાર્નના કિ-રો મટીરીયલ્સ PTAના ભાવમાં કિલો દીઠ ₹1.20નો વધારો થયો છે. MEG અને PTAના મેલ્ટના ભાવમાં ₹1.03નો વધારો થયો છે. યાર્ન અથવા તેના રો-મટીરીયલ્સના ભાવમાં કારણ વગર વધારો થતો હોવાથી વિવરોને મુશ્કેલી પડે છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ક્રુડ ઓઈલના ભાવમાં વધારાથી યાર્નના ભાવ વધ્યા, પણ ક્રુડ ઓઈલ ઘટતા યાર્ન કિ-રોમટીરીયલ્સના ભાવ ઘટ્યા નહિ. પોલિએસ્ટર યાર્ન PTA અને MEGમાંથી બને છે.