મેગા રોગ નિદાન કેમ્પ: સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા આયોજિત ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ.
Published on: 28th July, 2025

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન અલથાણના વી.આઈ.પી. ગેલેરીયામાં કરવામાં આવ્યું હતું. જેમાં 156 લોકોએ હિમોગ્લોબિન, રેન્ડમ બ્લડ સુગર, બ્લડ પ્રેશર, બોન મિનરલ ડેન્સિટી, ડેન્ટલ ચેકઅપ જેવા વિવિધ રોગોની તપાસ કરાવી. આ કેમ્પમાં નિઃશુલ્ક હેલ્થ ચેકઅપની સુવિધાઓ ઉપલબ્ધ હતી. પ્રમુખ જયદીપ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજન સફળ રહ્યું.