જામનગર LCBએ ચોરને ઝડપ્યો: ત્રણ ચોરાઉ મોટરસાયકલ અને ₹75,000નો મુદ્દામાલ જપ્ત.
જામનગર LCBએ ચોરને ઝડપ્યો: ત્રણ ચોરાઉ મોટરસાયકલ અને ₹75,000નો મુદ્દામાલ જપ્ત.
Published on: 14th December, 2025

જામનગર LCB પોલીસે મોટરસાયકલ ચોરીના એક આરોપીને પકડ્યો, જેની પાસેથી ₹75,000ના ત્રણ ચોરાઉ મોટરસાયકલ જપ્ત કર્યા. કાર્યવાહી અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા કરાઈ. ડો. રવિ મોહન સૈની અને આર.બી. દેવધાની સૂચનાથી LCB PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને સ્ટાફે પેટ્રોલિંગ કરી રેહાનભાઈ કુરેશીને પકડ્યો, જેણે અનવર સિપાઈના વંડામાંથી મોટરસાયકલ ચોરી હતી.