શ્રાવણમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે, સોમનાથ-દ્વારકા જતા શ્રદ્ધાળુઓને રાહત મળશે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી વધુ બસ દોડશે.
શ્રાવણમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે, સોમનાથ-દ્વારકા જતા શ્રદ્ધાળુઓને રાહત મળશે, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરથી વધુ બસ દોડશે.
Published on: 23rd July, 2025

શ્રાવણ માસમાં ભક્તોની ભીડને પહોંચી વળવા રાજકોટ ST વિભાગ દ્વારા 50 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ડેપો પરથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળો માટે બસો દોડશે. મુસાફરો GSRTCની વેબસાઈટ અને એપ પરથી 60 દિવસ પહેલાં એડવાન્સ ટિકિટ બુકિંગ કરી શકશે. એક્સ્ટ્રા બસમાં સવા ગણું ભાડું વસૂલાશે.