જામનગર: મોટી ખાવડીમાંથી SOGએ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપ્યો.
જામનગર: મોટી ખાવડીમાંથી SOGએ ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપ્યો.
Published on: 23rd July, 2025

જામનગર SOGએ બાતમી આધારે મોટી ખાવડીમાં દરોડો પાડી, બિહારના અમરેશકુમારને 1.955 kg ગાંજા સાથે પકડ્યો. પોલીસે રૂ. 24,550નો ગાંજો જપ્ત કરી નાર્કોટિક ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી બહારથી ગાંજાનો જથ્થો લાવી વેચતો હતો.