પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી: નિરોધ, નસબંધી સિવાય ત્રીજો સરળ વિકલ્પ, હ્યુમન સેફ્ટી ટેસ્ટ પાસ; જાણો વિશેષતાઓ.
પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી: નિરોધ, નસબંધી સિવાય ત્રીજો સરળ વિકલ્પ, હ્યુમન સેફ્ટી ટેસ્ટ પાસ; જાણો વિશેષતાઓ.
Published on: 23rd July, 2025

વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી બનાવવામાં સફળતા મેળવી છે. "YCT-529" નામની આ ગોળીનું હ્યૂમન સેફ્ટી ટેસ્ટ સફળ રહ્યું છે, જે ગર્ભનિરોધ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ હોર્મોન વગરની ગોળી શુક્રાણુ બનાવવાની પ્રક્રિયા અટકાવે છે. શરૂઆતના ટેસ્ટમાં કોઈ આડઅસર જોવા મળી નથી. કોન્ડોમ અને નસબંધી સિવાય આ એક સરળ વિકલ્પ છે, જે ભારતમાં વસ્તી નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે છે. આ ગોળી મહિલાઓ પરનો બોજ ઘટાડશે અને ફેમિલી પ્લાનિંગમાં સુધારો કરશે.