કાંકરિયા બાલવાટિકા: ડાયનાસોર પાર્ક, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર સહિત 28 રાઇડ્સ સાથે નવું નજરાણું, શુક્રવારે ઉદ્ઘાટન.
કાંકરિયા બાલવાટિકા: ડાયનાસોર પાર્ક, વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર સહિત 28 રાઇડ્સ સાથે નવું નજરાણું, શુક્રવારે ઉદ્ઘાટન.
Published on: 23rd July, 2025

કાંકરિયા પરિસરમાં બાલવાટિકાનું રિડેવલપમેન્ટ થયું છે, જે બાળકો માટે મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નવું સ્થળ છે. ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર, વેક્સ મ્યુઝિયમ અને 28 રાઇડ્સ છે. 25 જુલાઈએ મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન થશે. એન્ટ્રી ફી રૂ. 50 છે, રાઇડ્સની અલગ. આધુનિક બાલવાટિકા કાર્નિવલમાં અવનવી એક્ટિવિટીઝ છે. કોઈન હાઉસ, AC હાઉસ અને સેલ્ફી ઝોનના ચાર્જ નહીં લાગે. PPP ધોરણે રૂ. 22 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું.