સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટી વાર્ષિક સભા: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સભાસદો દ્વારા સોસાયટીની પ્રગતિને વધાવી.
સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટી વાર્ષિક સભા: તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને સભાસદો દ્વારા સોસાયટીની પ્રગતિને વધાવી.
Published on: 23rd July, 2025

જામનગરમાં કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ ખાતે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની 25th વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ, મેનેજિંગ ડિરેક્ટર દ્વારા સોસાયટીનો પ્રગતિ અહેવાલ, તેજસ્વી બાળકોનું સન્માન, ડો. રાકેશભાઈ ચાંગાણીનું પ્રેરક વક્તવ્ય, SP પ્રેમસુખ ડેલુંની ઉપસ્થિતિ, મહાનુભાવોનું સન્માન અને વાઇસ ચેરમેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.