કાપડ વેપારીને ₹63 લાખનો ચુનો લગાવનાર ત્રિપુટી ઝડપાઈ: પેમેન્ટ ન કરી ફોન બંધ કર્યા.
કાપડ વેપારીને ₹63 લાખનો ચુનો લગાવનાર ત્રિપુટી ઝડપાઈ: પેમેન્ટ ન કરી ફોન બંધ કર્યા.
Published on: 23rd July, 2025

સુરતમાં છેતરપિંડી: બેંગ્લોરી ફેબ્રિક્સનો ₹63,64,079નો માલ ખરીદી પેમેન્ટ ન કરનારા 3 આરોપીઓની ધરપકડ. વેપારી રાજેશભાઈ સાથે આરોપીઓએ ઉધારીમાં માલ ખરીદી વિશ્વાસઘાત કર્યો. શરૂઆતમાં પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યો, પછી મોટો ઓર્ડર આપી પેમેન્ટ ન કર્યું. D.C.B.એ ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ.