હરિદ્વારથી આવેલા સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર; 15 વર્ષથી કંથેરીયા હનુમાન મંદિરમાં રુદ્રાક્ષથી શિવલિંગ મઢાય છે.
હરિદ્વારથી આવેલા સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર; 15 વર્ષથી કંથેરીયા હનુમાન મંદિરમાં રુદ્રાક્ષથી શિવલિંગ મઢાય છે.
Published on: 23rd July, 2025

સુરતના સિંગણપોરમાં કંથેરીયા હનુમાન મંદિરે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ બનાવાયું છે. આ શિવલિંગ હરિદ્વારથી ખાસ મંગાવેલા રુદ્રાક્ષથી તૈયાર કરાયું છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તો દર્શન કરી શકશે. શ્રાવણ માસની પૂર્ણાહુતિ બાદ, એક-એક રુદ્રાક્ષ પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવશે અને શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ કરાયું છે. આ પરંપરા છેલ્લા 15 વર્ષથી ચાલે છે.