જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને આદર્શ મહાવિદ્યાલયનો દરજ્જો મળતા રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ.
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને આદર્શ મહાવિદ્યાલયનો દરજ્જો મળતા રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ.
Published on: 23rd July, 2025

રાજ્ય સરકારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજને આદર્શ મહાવિદ્યાલયનો દરજ્જો આપ્યો. 136 સરકારી કોલેજોમાંથી આ પસંદગી થઈ છે. 1901થી કાર્યરત આ કોલેજને આધુનિકીકરણ માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ. આ રકમનો ઉપયોગ મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, સેમિનાર હોલ અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર માટે થશે. બહાઉદ્દીન કોલેજે GSIRF માં 4 સ્ટાર મેળવ્યા છે અને NIRF માં 77મો ક્રમ મેળવ્યો છે.