અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે… શુભાંશુ શુક્લાએ PM મોદી સાથેની કરી વાત
Published on: 29th June, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે કરવામાં આવેલી વાતચીત દરમિયાન અનેક રોચક પ્રશ્નો કર્યા અને તેમને ભારતની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત ગણાવ્યા. શુક્લાએ જણાવ્યું કે અવકાશમાંથી ભારત ભવ્ય દેખાય છે અને તેને જોવા એક અનોખો અનુભવ છે. પીએમએ ગાજરના હલવા વિશે પૂછતાં શુક્લાએ હસતાં જવાબ આપ્યો કે તેઓ મગ અને ગાજરનો હલવો સાથે લાવ્યા છે અને તમામ સાથીઓ સાથે શેર કર્યો છે. પૃથ્વીની 400 કિમી ઉંચાઈએ પૃથ્વી પરિભ્રમણ કરતી આ યાત્રાને તેઓ ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર ભારતનું ગૌરવ ગણાવે છે. તેમણે જણાવ્યું કે તેઓ પ્રતિ કલાકે લગભગ 28,000 કિમીની ઝડપે આગળ વધી રહ્યા છે અને દિવસે 16 વખત સૂર્યોદય-સૂર્યાસ્તનો અનુભવ કરે છે. પીએમએ આ યાત્રાને "ધરતી માતાની પરિક્રમા" ગણાવી અને શુભાંશુને અભિનંદન પાઠવ્યા.

Published at: June 29, 2025
Published on: 15th July, 2025