-
News Kida
CID ક્રાઇમના વડા ડૉ. K.L.N. રાવનું DGP તરીકે નામ લગભગ નક્કી
ગુજરાતના નવા DGPના નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. આવતીકાલે ગુજરાતના વર્તમાન DGP IPS વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાતના નવા DGP પદે IPS ડૉ.K.L.N રાવનું નામ લગભગ નક્કી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ DGP બનવાની રેસમાં.
CID ક્રાઇમના વડા ડૉ. K.L.N. રાવનું DGP તરીકે નામ લગભગ નક્કી
બિનહથિયારી PSIનું પેપર ૨ (લેખિત)નું ક્વાલિફાઇડ ઉમેદવારોના ગુણ જાહેર
૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી PSIની લેબિત પરીક્ષાના પેપર-૧માં (Part-A અને Part-B) કવોલીફાઇડ થયેલ હોય અને પેપર-૨ GUJARATI and ENGLISH LANGUAGE SKILL (DESCRIPTIVE)માં હાજર રહેલ હોય તેવા કુલ-૪૯૨૬૯ ઉમેદવારોના ગુણ જાહેર કરવામા આવ્યાં. (A) પેપર-૨ મા ૪૦ ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો. (B) પેપર-૨ મા ૪૦ ગુણથી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો.
બિનહથિયારી PSIનું પેપર ૨ (લેખિત)નું ક્વાલિફાઇડ ઉમેદવારોના ગુણ જાહેર
અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
હાલમાં જ બંધ કરાયેલા અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તંત્રએ મધ્યમ માર્ગ કાઢતા નિર્ણય લીધો છે કે, હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રીપેર કરીને મજબૂત કરવામાં આવશે અને તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને કુલ 36 મીટર પહોળો રસ્તો મળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે ઉકેલી શકાય. કામગીરી માટે EPC મોડ હેઠળ સંયુક્ત ટેન્ડર મંગાવવાનું આયોજન છે. તે મુજબ સમગ્ર કામ માટે EPC ટેન્ડરની બેઝિક કોસ્ટ અંદાજિત રૂ. 250 કરોડ રખાઈ છે.
અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું આપ્યું.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરે પોતાના વ્યસ્ત સમયપત્રક અને અન્ય જવાબદારીઓનું કારણ આપીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન સચિવ રત્નાકરની હાજરીમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. અધ્યક્ષ શંકરભાઈએ તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું આપ્યું.
LRD પોસ્ટિંગ માટે મહત્વના સમાચાર
રાજ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ગાંધીનગર સેક્ટર-11ના રામકથા મેદાન ખાતે CMની હાજરીમાં 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં Dy. CM હર્ષ સંઘવીએ LRD પોસ્ટિંગને લઇને મોટું નિવેદન આપ્યું જેમાં એમણે જણાવ્યું કે LRD ટ્રેનિંગ પછી અને અલગ-અલગ જીલ્લામાં પોસ્ટિંગ પેહલા ઉમેદવારો પાસેથી જીલ્લાઓના ઓપ્શન મંગાવવામાં આવશે.
LRD પોસ્ટિંગ માટે મહત્વના સમાચાર
હર્ષ સંઘવીની પોલીસ ભરતી માટે રનિંગની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી જાહેરાત
પોલીસ ભરતીની તૈયારી માટે સરકાર ઉમેદવારોને મદદરૂપ થશે. ઉમેદવારો માટે સરકાર તમામ જિલ્લાના હેડક્વાર્ટર અને SRP ના મેદાનો ખોલશે, જેથી ઉમેદવારોને બહાર દોડવાની તૈયારીઓ માટે જગ્યા શોધવી ના પડે. જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં તૈયારીની ઉમેદવારોને છૂટ મળશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ ઉમેદવારોને માર્ગદર્શન આપશે. સરકાર ઉમેદવારો માટે ફિઝિયોથેરાપિસ્ટ અને કોચ ની વ્યવસ્થા કરશે.
હર્ષ સંઘવીની પોલીસ ભરતી માટે રનિંગની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટી જાહેરાત
"મનરેગા"નું નામ બદલીને "વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન" રાખવામાં આવ્યું
આજે લોકસભામાં એક નવું ગ્રામીણ રોજગાર બિલ રજૂ કરવામાં આવશે. મનરેગા યોજનામાં કેન્દ્ર સરકારનો 90 % અને રાજ્ય સરકારનો 10 % રેશિયો હતો. જે હવે કેન્દ્ર સરકારે નવા બિલમાં 10 % થી વધારીને 40% હિસ્સો રાજ્ય સરકાર પાસેથી લેવા જઈ રહી છે. ભાજપના સહયોગી દળોએ આ બિલ ઉપર ચિંતા વ્યકત કરી.
"મનરેગા"નું નામ બદલીને "વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન" રાખવામાં આવ્યું
ગાંધીનગરથી રૂપિયા 30 લાખની લાંચ લેતા ઝડપાયા PI અને પોલીસ કોન્સ્ટેબલ
ગાંધીનગરથી રૂપિયા 30,00,000(30 લાખ) ની લાંચ લેતા ઝડપાયા PI અને પોલીસ કોન્સ્ટેબલ છે. (૧) શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર(PI), CID. ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર, (૨) શ્રી વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ, હોદ્દો-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, CID. ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર
ગાંધીનગરથી રૂપિયા 30 લાખની લાંચ લેતા ઝડપાયા PI અને પોલીસ કોન્સ્ટેબલ
કેરળના રાજકારણમાં મોટા ફેરબદલ
સ્થાનિક ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. અહીં લગભગ છેલ્લા ચાર દાયકા એટલે કે 45 વર્ષથી લેફ્ટ LDF સત્તામાં હતું. તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દૃષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. ગ્રામ પંચાયતોની 940 બેઠકોમાંથી UDFનો 505 પર અને LDFનો 340 બેઠકો પર વિજય થયો છે. જ્યારે બ્લોક પંચાયતોની 152 સીટોમાંથી UDFએ 79 અને LDFએ 63 બેઠક જીતી છે. આ ઉપરાંત 13 જિલ્લા પંચાયતો પરિણામો સામે આવ્યા છે, જેમાં UDF અને LDF બંનેએ 7-7 બેઠકો જીતી છે.
કેરળના રાજકારણમાં મોટા ફેરબદલ
ઓસ્ટ્રેલિયામાં તહેવાર મનાવી રહેલા લોકો ઉપર આતંકવાદી હુમલો.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા બોંડી બીચ પર રવિવાર સાંજે થયેલા આતંકી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. હનુક્કા સમારોહ દરમિયાન અચાનક થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં પોલીસના બે અધિકારીઓ પણ શહીદ થયા હોવાના અહેવાલ છે. હુમલા સ્થળેથી ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ વોનનો આબાદ બચાવ.