WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
WCL ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ
Published on: 20th July, 2025

ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે આજે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ) ભારત અને પાકિસ્તાન વચ્ચેની રમનારી મેચ રદ કરવામાં આવી. WCL માં ભારતીય ટીમનું નેતૃત્ત્વ યુવરાજ સિંહ કરી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય પ્લેઇંગ ૧૧ માંથી હરભજન સિંહ, યુસુફ પઠાણ, શિખર ધવન અને ઇરફાન પઠાણ મેચમાં નહીં રમવાનો નિર્ણય કરતા મેચ રદ કરવામાં આવી. સૌથી મોટો સવાલ એ છે કે, પાકિસ્તાન સામે મેચનું આયોજન થયું ત્યારે વિરોધ ના કર્યો. અચાનક ભારતીય ક્રિકેટરોનો આત્મા જાગ્યો અને મેચ રદ કરી. આ WCL ના સહ આયોજક અભિનેતા અજય દેવગણ અને ફાઉન્ડર & CEO હર્ષિત તોમર છે.