ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
Published on: 20th July, 2025

મારી મોટી દિકરી અરૂણાબેન જે પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે અંજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોઈ અને જે અંજાર ખાતે ગંગોત્રી-૨ સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતી હતી અને તેની સગાઈ સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકાના ટોકરાળા ગામ ના શંકરભાઈ ડાયાભાઈ જાદવ જે અમારી સમાજનો હોઈ જેનો દિકરો દિલીપ જે CRPFમાં નોકરી કરતો હોઈ તેની સાથે સગાઈની વાતચીત ચાલુમાં હતી અને આ દિલીપ તથા મારી દિકરી અરૂણા પણ એકબીજાને પસંદ કરતા હતા અને બન્ને જણાને રજા હોય ત્યારે તેઓ એકબીજાને મળતા હતા જે અંગેની અમોને જાણ હતી અને મારી દિકરી અરૂણાબે ન ગઈ તા. ૧૧/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી રજામાં અમારા વતન આવેલ હતી અને ગઈકાલ તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રાત્રે સાતેક વાગ્યે મારી દિકરી અરૂણાનો મને ફોન આવેલ અને સામન્ય વાતચીત કરેલ હતી બાદ આજરોજ તા .૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારમાં અગિયારેક વાગ્યે હું અમારા ગામડે હતો ત્યારે મને અંજાર પોલીસ સ્ટેશનથી ફોન આ વેલ અને જણાવેલ કે, તમારી દિકરી અરૂણાબેનનુ તેના રહેણાંક મકાને દિલીપભાઈ શંકરભાઈએ મર્ડર કરેલ છે જેથી તમો અંજાર આવો તેવી જાણ કરેલ જેથી હું અમારા ગામડેથી અમારા સમાજના આગેવાનોને સાથે લઈ અંજાર સરકારી દવાખાને આવેલ ત્યારે મારી દિકરી અરૂણાને અંજાર સરકારી દવાખાનના પી.એમ.રૂમમાં રાખેલ હતી અને તેને ડોકટર સાહેબે હત્યા થઈ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ અને મારી દિકરી અરૂણાના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાનો હતા અને ડોકટર સાહેબે તેની લાશનુ પી.એમ. થવા સારૂ જામનગર મોકલવા અંગેની જાણ અમોને કરેલ હતી અને ત્યાં હાજર પોલીસ સ્ટાફ ના માણસોને મારી દિકરી બાબતે પુછતા તેઓએ જણાવેલ હતુ કે, અરૂણાબેન ગઈ કાલે પોલીસ સ્ટેશન નોકરી ઉપર આવેલ હતા અને રાત્રે નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હતા અને આજરોજ સવારમાં કલાક-૧૦/૧૦ વાગ્યે તે નુ મર્ડર દિલીપ જાદવે કરેલ છે તેવી અમોને જાણ થયેલ છે તેવી વિગત જણાવેલ હતી. જેથી આ અંગે પોલીસ ફરીયાદ કરવા માટે હું અંજાર પોલીસ સ્ટેશન આવેલ છું.