ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર આડેધડ પાર્કિંગ સામે કડક પગલાં લેવાશે.
ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર આડેધડ પાર્કિંગ સામે કડક પગલાં લેવાશે.
Published on: 18th July, 2025

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક વ્યવસ્થાપન અંગે ગાંધીનગર સચિવાલય ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી, રેલવે, પોલીસ, GSRTC અને RTOના અધિકારીઓ હાજર રહ્યા હતા. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર ટ્રાફિક સમસ્યા નિવારવા, રિક્ષા, કેબ ટેક્સી અને અન્ય જાહેર પરિવહનનું યોગ્ય નિયમન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.