પારડી પાસે ઇથોઇલ ટેન્કરમાં લીકેજ: વાહનચાલકોની સતર્કતા અને તંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી.
પારડી પાસે ઇથોઇલ ટેન્કરમાં લીકેજ: વાહનચાલકોની સતર્કતા અને તંત્રની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી.
Published on: 18th July, 2025

વલસાડ હાઇવે પર દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કર (GJ-21-Z-9550)માં લીકેજ થયું. વાહનચાલકોએ ટેન્કરમાંથી રાસાયણિક પ્રવાહી વહેતું જોતા ટેન્કર ચાલકને સાવધાન કર્યો. ટેન્કરને સુરક્ષિત જગ્યાએ ઊભું રખાયું અને પારડી ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરાઈ. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને ઇથોઇલ ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી. પારડી પોલીસ ટેન્કરમાં લીકેજના કારણોની તપાસ કરી રહી છે. વાહનચાલકોની સતર્કતા અને તંત્રની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી.