₹1550 કરોડનું સાયબર ફ્રોડ: RBLના 8 કર્મચારીઓની સંડોવણી, આરોપી કીરાતની બહેન વૃંદા સામે લુકઆઉટ નોટિસ.
₹1550 કરોડનું સાયબર ફ્રોડ: RBLના 8 કર્મચારીઓની સંડોવણી, આરોપી કીરાતની બહેન વૃંદા સામે લુકઆઉટ નોટિસ.
Published on: 06th August, 2025

RBL બેંકના ₹1550 કરોડના સાયબર ફ્રોડમાં 8 કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે. મુખ્ય આરોપી કીરાત જાદવાણીની બહેન વૃંદા શંકાના દાયરામાં છે અને તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર થઇ છે. કર્મચારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરીને 164 જેટલાં બેંક એકાઉન્ટ ખોલ્યા હતાં. આ કર્મચારીઓ આરોપીઓને તાત્કાલિક જાણ કરતા અને રકમ ઉપાડી લેવાની સલાહ આપતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.