ખંભાળિયા: કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીનો ઘેરાવ, 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદથી ખેડૂતોનો આક્રોશ.
ખંભાળિયા: કોંગ્રેસ દ્વારા PGVCL કચેરીનો ઘેરાવ, 8 કલાક વીજળી ન મળવાની ફરિયાદથી ખેડૂતોનો આક્રોશ.
Published on: 06th August, 2025

ખંભાળિયાના ખેડૂતોને વીજળી ન મળતા કોંગ્રેસે PGVCL કચેરીનો ઘેરાવ કર્યો. ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી તો દૂર, 8 દિવસમાં પણ મળતી નથી. 66 કેવીની લાઈનો તૈયાર હોવા છતાં શરૂ કરાતી નથી. PGVCL પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને ઇજનેરોની બેદરકારીના કારણે જ વીજ વિક્ષેપો થાય છે. નિયમિત વીજળી આપવાની માંગણી સાથે ઉર્જામંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે PGVCL પાસે 8 કલાક વીજળી પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે.