Vadodara: ચોરોની નવી રીત, ટુ-વ્હીલરને બદલે એસેસરીઝની ચોરી!
Vadodara: ચોરોની નવી રીત, ટુ-વ્હીલરને બદલે એસેસરીઝની ચોરી!
Published on: 06th August, 2025

વડોદરામાં વાહન ચોરોએ પોલીસથી બચવા માટે નવી તરકીબ શોધી કાઢી છે. જયશ્રીબેન પરમારના સ્કૂટરની આગળની બોડી, હેડ લાઇટ અને એસેસરીઝ ચોરાઈ ગઈ. રાત્રે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે કોઈ ચોર એસેસરીઝ કાઢી ગયું. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.