સુરત: હત્યાના આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.
સુરત: હત્યાના આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું.
Published on: 14th December, 2025

સુરત પોલીસે પેરોલ પર છૂટી કાયદાની મર્યાદા ભૂલી ઉજવણી કરનારા અને સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરનારા હત્યાના બે આરોપીઓને પાઠ ભણાવ્યો. Surat SOG પોલીસે આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી લોકોની માફી મગાવી. આ ઘટના લાલગેટ વિસ્તારની છે. આરોપીઓએ ફરિયાદીને ડરાવવા હથિયારો સાથેના ફોટોગ્રાફ્સ અને રીલ્સ પણ અપલોડ કર્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.