જામનગર-જામખંભાળિયા હાઇવે પરથી ગેરકાયદેસર દબાણ દૂર, 100 વિઘા સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું.
જામનગર-જામખંભાળિયા હાઇવે પરથી ગેરકાયદેસર દબાણ દૂર, 100 વિઘા સરકારી જમીન પર બુલડોઝર ફેરવાયું.
Published on: 25th July, 2025

જામનગરના શાપર ગામમાં સરકારી અને ગૌચર જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા મેગા ડીમોલીશન ઓપરેશન હાથ ધરાયું છે. જામનગર-ખંભાળિયા હાઇવે નજીક 100 વીઘા જમીન પરના દબાણો હટાવાયા. 7 JCB મશીન અને ટ્રેક્ટરો કામે લગાડાયા છે. મહેસુલી તંત્ર, પોલીસ કાફલો અને વીજ તંત્રની ટુકડી હાજર રહ્યા. 20 જેટલા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા છે.