વડોદરા: સન ફાર્મા રોડ પરથી 9.33 લાખના MD ડ્રગ્સ સાથે ભરૂચનો ખેપિયો ઝડપાયો.
વડોદરા: સન ફાર્મા રોડ પરથી 9.33 લાખના MD ડ્રગ્સ સાથે ભરૂચનો ખેપિયો ઝડપાયો.
Published on: 25th July, 2025

વડોદરા એમડી દાણચોરી: વડોદરાના સન ફાર્મા રોડ વિસ્તારમાંથી પોલીસે MD ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા ભરૂચના ખેપિયાને ઝડપી પાડ્યો. સન ફાર્મા રોડ વિસ્તારમાં રિલાયન્સ મોલની પાછળ ગ્રાઉન્ડમાં MD ડ્રગ્સની ડિલિવરી થનાર હોવાની બાતમી મળતા એસ.ઓ.જીની ટીમે વોચ રાખી હતી. પોલીસે પ્રેસ લખેલા સ્કૂટર સાથે સાદિક મહેબૂબ શેખની ધરપકડ કરી.