વડોદરા: શાળાઓ, હોસ્પિટલો, મેડિકલ કોલેજની કેન્ટીનોમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ.
વડોદરા: શાળાઓ, હોસ્પિટલો, મેડિકલ કોલેજની કેન્ટીનોમાં કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ.
Published on: 25th July, 2025

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શાળાઓ, મેડિકલ કોલેજની કેન્ટીનો અને હોસ્ટેલમાં ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી નમૂના લીધા. કારેલીબાગની સરદાર વિનય સ્કૂલમાં સ્વચ્છતા ન હોવાથી નોટિસ અપાઈ, માંજલપુરની અંબે સ્કૂલની કેન્ટીનમાંથી નમૂના લેવાયા. કોઠી વિસ્તારની PG-2 કેન્ટીન લાયસન્સ વગર ચાલતી હોવાથી બંધ કરાવાઈ. એસએસજી હોસ્પિટલના એબી બ્લોકનું પણ ચેકિંગ કરાયું.