CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 મેડિકલ વાનનું પ્રસ્થાન: આદિજાતિ વિસ્તારોમાં હરતું ફરતું દવાખાનું અને ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ.
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 મેડિકલ વાનનું પ્રસ્થાન: આદિજાતિ વિસ્તારોમાં હરતું ફરતું દવાખાનું અને ગર્ભવતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ.
Published on: 25th July, 2025

CM ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ જિલ્લાઓ માટે 6 મોબાઈલ મેડિકલ વાનનું પ્રસ્થાન કરાવ્યું. આ વાન ડાંગ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ફરશે, જેમાં ડોક્ટર સહિતની મેડિકલ ટીમ હશે. આ વાન ફળિયા-મહોલ્લામાં જઈને વિનામૂલ્યે સારવાર આપશે. આ પ્રોજેક્ટમાં 7 કરોડનો ખર્ચ થયો છે અને REC ફાઉન્ડેશન, દિલ્હીનો આર્થિક સહયોગ છે. જરૂર પડ્યે દર્દીઓને નજીકના મેડિકલ સેન્ટર પર લઈ જઈને તેમની સારવાર અંગે ઓનલાઇન માર્ગદર્શન પણ આપી શકાશે.