વિક્રાંત મેસી: વિરામ લીધો છે, વિદાય નહિ; ફિલ્મોથી દૂર, પણ ચર્ચામાં!
વિક્રાંત મેસી: વિરામ લીધો છે, વિદાય નહિ; ફિલ્મોથી દૂર, પણ ચર્ચામાં!
Published on: 25th July, 2025

બોલીવૂડમાં વિક્રાંત મેસીએ કામથી વિરામ લઈને આશ્ચર્ય સર્જ્યું. મોટાભાગના કલાકારો સતત કામ કરતા રહે છે, ત્યારે મેસીએ ફિલ્મોથી દૂર રહેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ એવી અફવા ફેલાઈ કે વિક્રાંત મેસીએ નિવૃત્તિ લીધી છે. મેસીના ચાહકો અને સહકલાકારોએ આ અંગે ગૂંચવણ વ્યક્ત કરી. મેસી કહે છે કે લોકો હજુ પણ તેને પૂછે છે કે તેણે નિવૃત્તિ કેમ લીધી.