સંજય દત્ત: બોલિવૂડને તેના મૂળિયાં તરફ પાછા ફરવાની જરૂર છે એવું સંજય દત્તનું માનવું છે.
Published on: 25th July, 2025
સંજય દત્ત, જે હિન્દી ફિલ્મોદ્યોગ સાથે ચાર દશકથી સંકળાયેલા છે, તે હવે સાઉથની ફિલ્મોમાં 'ધ રાજાસા'બ' અને 'કેડી-ધ ડેવિલ' માં જોવા મળશે. તેઓ માને છે કે બોલીવૂડમાં 'વાસ્તવ', 'મુન્નાભાઈ એમબીબીએસ', અને 'અગ્નિપથ' જેવી ફિલ્મો બનાવવાની તાતી જરૂર છે, જેથી બોલીવુડ પોતાના મૂળિયાં તરફ પાછું ફરે.