ઝઘડિયામાં દારૂબંધી કાયદા હેઠળ 46.96 લાખના વિદેશી દારૂની 24,632 બોટલોનો નાશ કરાયો.
ઝઘડિયામાં દારૂબંધી કાયદા હેઠળ 46.96 લાખના વિદેશી દારૂની 24,632 બોટલોનો નાશ કરાયો.
Published on: 03rd September, 2025

ઝઘડિયા તાલુકામાં દારૂબંધી કાયદાની કડક અમલવારી હેઠળ 46.96 લાખની કિંમતની 24,632 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ દારૂ ઝઘડિયા GIDC સહિત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયો હતો. કોર્ટની મંજૂરી બાદ રોડ રોલર ફેરવીને નાશ કરાયો. આ કાર્યવાહીમાં પોલીસ મદદનીશ અધિક્ષક અજયકુમાર મીણા અને તાલુકાના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. હાજર રહ્યા હતા.