બનાસકાંઠા: નકલી નોટોનું રેકેટ ઝડપાયું, બે આરોપી પકડાયા, ₹40 લાખની નકલી નોટો જપ્ત.
Published on: 04th September, 2025
બનાસકાંઠાના ડીસાના મહાદેવીયા ગામે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી નકલી નોટો છાપતી ફેક્ટરી ઝડપી પાડી. LCB એ બે આરોપીની ધરપકડ કરી ₹40 લાખથી વધુની નકલી નોટો અને સાધનો જપ્ત કર્યા. LCB ને બાતમી મળી હતી. આરોપીઓએ નોટો છાપવાની કબૂલાત કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ કાર્યવાહીથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

Published on: September 04, 2025