સચિવાલયના GAS કેડરના અધિકારીએ વસ્ત્રાપુરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, એકલતા જવાબદાર હોવાની શંકા.
સચિવાલયના GAS કેડરના અધિકારીએ વસ્ત્રાપુરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી, એકલતા જવાબદાર હોવાની શંકા.
Published on: 04th September, 2025

અમદાવાદના વસ્ત્રાપુરમાં સચિવાલયના GAS કેડરના અધિકારી મનોજકુમાર પૂજારાએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. તેઓ ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા હતા. ડ્રાઇવરે ઘરે જઈને જોતા તેઓ લટકતી હાલતમાં મળ્યા. છેલ્લાં 11 વર્ષથી એકલા રહેતા હતા, પત્ની ન હતી અને પુત્ર મુંબઈમાં છે. પોલીસ હાલમાં વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં એકલતાના કારણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે.