ઝારખંડમાં નક્સલી હુમલામાં બે પોલીસ શહીદ, એક ગંભીર.
ઝારખંડમાં નક્સલી હુમલામાં બે પોલીસ શહીદ, એક ગંભીર.
Published on: 04th September, 2025

પલામુ, ઝારખંડમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં સંતન મહેતા અને સુનીલ રામ નામના બે પોલીસ જવાન શહીદ થયા. રોહિત કુમાર ઘાયલ છે. મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના કેદલ જંગલમાં આ એન્કાઉન્ટર થયું. પોલીસને શશિકાંત ગંઝુની હાજરીની બાતમી મળતા સર્ચ ઓપરેશન શરૂ કરાયું, જેમાં નક્સલીઓએ ફાયરિંગ શરૂ કર્યું. પોલીસના વળતા જવાબમાં કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.