નલિયા 9.8 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર; લઘુત્તમ તાપમાન વધ્યું, પણ વાદળછાયાથી ઠંડી રહેશે.
નલિયા 9.8 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર; લઘુત્તમ તાપમાન વધ્યું, પણ વાદળછાયાથી ઠંડી રહેશે.
Published on: 13th December, 2025

ગુજરાતમાં મિશ્ર વાતાવરણ છે. હવામાન વિભાગ મુજબ, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પૂર્વ તરફના પવન ફૂંકાશે. 5 દિવસ તાપમાન યથાવત રહેશે, પછી 2-3 ડિગ્રી વધશે, જેથી ઠંડી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ રહેવાથી ઠંડી અનુભવાશે. અમદાવાદમાં તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું અને નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું.