ભાવનગરમાં નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ ઘરે આવતી બાળકી પર દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાં નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ ઘરે આવતી બાળકી પર દુષ્કર્મ આચર્યું
Published on: 15th December, 2025

ગુજરાતમાં ભાવનગરમાં નિવૃત્ત ક્લાસ-2 અધિકારી હસમુખ પંડ્યા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પીડિત બાળકીના વાલીએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આરોપીએ બાળકીને સ્કૂલેથી લાવવા મોકલવાની આડમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. જ્યારે બનાવ બન્યો ત્યારે આરોપીના ઘરે કોઈ ન હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે.