સુરેન્દ્રનગરમાં ત્રણ જિલ્લાના અધિકારીઓ માટે તાલીમ: સરકારી વકીલ કચેરી દ્વારા Dying Declaration પર સેશન યોજાયું.
સુરેન્દ્રનગરમાં ત્રણ જિલ્લાના અધિકારીઓ માટે તાલીમ: સરકારી વકીલ કચેરી દ્વારા Dying Declaration પર સેશન યોજાયું.
Published on: 15th December, 2025

ગુજરાત પ્રોસિક્યુશન નિયામક અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલ કચેરી દ્વારા સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અધિકારીઓ માટે તાલીમ યોજાઈ. આ તાલીમમાં સરકારી વકીલો, મામલતદારો, સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 'Dying Declaration' વિષય પર માર્ગદર્શન આપ્યું. જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા ચર્ચા કરવામાં આવી.