ગોડાદરા ડબલ મર્ડરકાંડ: બુટલેગર 'શિવા ટકલા' ફરાર, 20 હજારની ઉઘરાણીમાં અત્યાચાર ગુજારનાર વધુ 3ની ધરપકડ
ગોડાદરા ડબલ મર્ડરકાંડ: બુટલેગર 'શિવા ટકલા' ફરાર, 20 હજારની ઉઘરાણીમાં અત્યાચાર ગુજારનાર વધુ 3ની ધરપકડ
Published on: 15th December, 2025

સુરતના ગોડાદરામાં 1 ડિસેમ્બરના ડબલ મર્ડરમાં મુખ્ય આરોપી બુટલેગર 'શિવા ટકલા' ફરાર છે. 20 હજારની ઉઘરાણીમાં યુવાનોનું અપહરણ કરી અત્યાચાર ગુજારનાર વધુ 3ની ધરપકડ થઈ છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ શિવા ટકલા હજુ ફરાર છે. આરોપીઓએ વિકૃત આનંદ લીધા બાદ સોએબનું મોત થયું, જ્યારે નાઝીમની લાશ મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી મળી આવી. ફરાર બુટલેગર શિવા ટકલાને પકડવા પોલીસ તપાસ ચાલુ છે.