વેરાવળ બંદર રોડ પરની ઘરફોડ ચોરીનો ભેદ LCB પોલીસે ઉકેલ્યો, આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો.
વેરાવળ બંદર રોડ પરની ઘરફોડ ચોરીનો ભેદ LCB પોલીસે ઉકેલ્યો, આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયો.
Published on: 15th December, 2025

ગીર સોમનાથ LCB પોલીસે વેરાવળ બંદર રોડ પર "વિકાસ એજન્સી" નામની હાર્ડવેર દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો. પોલીસે આરોપીને રૂ. 15,700ના ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો. ફરિયાદ મુજબ, દુકાનમાંથી લોખંડના વાલ્વ, એલ્યુમિનિયમ પટ્ટીઓ, ઇલેક્ટ્રિક મોટર અને લોખંડના પાઇપની ચોરી થઈ હતી, જેમાં રૂ. 15,000નું નુકસાન થયું હતું. આરોપી મુકેશભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી ચાલુ છે.