લખતર ખાતે રૂ. 8.52 કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા.
લખતર ખાતે રૂ. 8.52 કરોડના ખર્ચે કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા દ્વારા.
Published on: 15th December, 2025

કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ લખતર ખાતે રૂ. 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કર્યું. મંત્રીશ્રીએ જણાવ્યું કે, દીકરીઓ દેશનું ઘરેણું છે અને તેમની કેળવણી દેશની પ્રગતિનું મૂળ છે. ગુજરાતમાં કુલ 257 KGBV શાળાઓ છે. "જો દીકરી શિક્ષણ સુધી ના જતી હોય, તો શિક્ષણને દીકરી સુધી લઈ જવું" એ સરકારનો મુખ્ય પ્રયાસ છે.