'ઘર ઘર સંપર્ક અભિયાન' 2026 સુધી, 2.5 લાખ સ્વયંસેવકો 'પંચ પરિવર્તન'નો સંદેશ આપશે.
'ઘર ઘર સંપર્ક અભિયાન' 2026 સુધી, 2.5 લાખ સ્વયંસેવકો 'પંચ પરિવર્તન'નો સંદેશ આપશે.
Published on: 15th December, 2025

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે 'ઘર ઘર સંપર્ક અભિયાન' શરૂ થયું છે. 2025થી 2026 સુધી ચાલનારા આ અભિયાનમાં 2.5 લાખ સ્વયંસેવકો ઘરે-ઘરે જઈ સમાજને 'પંચ પરિવર્તન'નો સંદેશ આપશે. જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વદેશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય બોધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ અભિયાન દ્વારા સંઘના વિચારો ફેલાવવામાં આવશે.