હિંમતનગરમાં જુગારધામ ઝડપાયું: મોતીપુરામાં તીન પત્તી રમતા 8 લોકો 30 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા.
હિંમતનગરમાં જુગારધામ ઝડપાયું: મોતીપુરામાં તીન પત્તી રમતા 8 લોકો 30 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા.
Published on: 03rd August, 2025

હિંમતનગરમાં LCBએ બાતમીના આધારે મોતીપુરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા 8 શખ્સોને રૂ. 30,430ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. જેમાં 5 Mobile phone, જુગારના દાવ પરના રૂપિયા અને અંગઝડતી દરમિયાન મળેલા રૂપિયાનો સમાવેશ થાય છે. આરોપીઓ તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. તમામ વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધાયો છે.