આણંદ: મહી નદી કાંઠે દશામાની મૂર્તિ વિસર્જન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું.
આણંદ: મહી નદી કાંઠે દશામાની મૂર્તિ વિસર્જન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું.
Published on: 04th August, 2025

આણંદ જિલ્લામાં રવિવારે દશામાની મૂર્તિઓનું ધાર્મિક ઉલ્લાસથી વિસર્જન થયું. વહેલી સવારે ભક્તો મહીસાગર નદીના વહેરાખાડી, ઉમેટા, વાસદ જેવા કાંઠાઓ પર મૂર્તિઓ લાવ્યા અને પૂજા વિધિ કરી શ્રદ્ધાથી જળમાં વિસર્જન કર્યું. દસ દિવસના પૂજન બાદ ઢોલ નગારા સાથે ભક્તોએ માતાજીને વિદાય આપી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અને હજારો ભક્તો જોડાયા. DJ ના તાલે મહીસાગરનો કાંઠો ધર્મમય બની ગયો.