આર્મી જવાનનું ભવ્ય સ્વાગત: 22 વર્ષની ફરજ બાદ વતન પરત ફરતા સ્વાગત.
આર્મી જવાનનું ભવ્ય સ્વાગત: 22 વર્ષની ફરજ બાદ વતન પરત ફરતા સ્વાગત.
Published on: 04th August, 2025

માળિયાના કાણેક ગામના અનુપસિંહ જાદવની 22 વર્ષની આર્મી સેવા બાદ નિવૃત્તિ થઈ. લેહ લદાખથી વતન પરત ફરતા ગામલોકોએ ભવ્ય સ્વાગત કર્યું. ગડુથી કાણેક સુધી 5 km બાઇક રેલી યોજાઈ, જેમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા. અનુપસિંહે કનકેશ્વરી માતાજીના દર્શન કર્યા, પરિવારે કુમકુમ તિલકથી સ્વાગત કર્યું.