શ્રાવણ માસનો પ્રારંભ: ગાંધીનગર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યું, શિવાલયોમાં ભક્તોની ભીડ, આ પવિત્ર માસ 23 ઓગસ્ટ સુધી ચાલશે.
Published on: 25th July, 2025
આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે, શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં ભક્તોની ભીડ છે. શ્રાવણ માસ 23 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં ભક્તો શિવમય બની પૂજા-અર્ચના કરશે. શિવ આરાધનામાં રુદ્રાભિષેક અને બિલ્વપત્ર ચઢાવવાની પરંપરા છે. શ્રાવણ મહિનો ચોમાસામાં આવે છે, જેમાં શિવને પુષ્પ અને પાંદડા ચઢાવવાનો મહિમા છે. લોકો ઉપવાસ અને ભક્તિની પરંપરા જાળવી રાખે છે.

Published on: July 25, 2025