સોમનાથમાં શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનો સાગર: પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે ભીડ, વાતાવરણ ભક્તિમય, 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ.
Published on: 25th July, 2025
શ્રાવણ માસનો શુભારંભ થતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભક્તોની ભારે ભીડ જોવા મળી. સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ યોજાશે. "સોમનાથ તીર્થ છે તૈયાર, ઉજવવા શ્રાવણનો તહેવાર"ના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે આયોજન કરાયું છે. મંદિર પરિસર "હર હર ભોલે" અને "જય સોમનાથ"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ દર્શન કરી વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

Published on: July 25, 2025