હિંમતનગરથી રામદેવડા પગપાળા સંઘ: 13મા વર્ષે પ્રસ્થાન, 12 દિવસમાં 600 કિમીની યાત્રા.
હિંમતનગરથી રામદેવડા પગપાળા સંઘ: 13મા વર્ષે પ્રસ્થાન, 12 દિવસમાં 600 કિમીની યાત્રા.
Published on: 25th July, 2025

હિંમતનગરના રૂપાલથી હીરાભાઈ ભગત રામદેવ મંડળ દ્વારા 13મા વર્ષે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું. 25થી વધુ લોકો, 25થી વધુ નેજા સાથે રામદેવડા જશે. આ યાત્રામાં નવા, ઘોરવાડા સહિતના ગામોના ભક્તો જોડાયા છે. સંઘ પ્રથમ ખેડબ્રહ્મા, મોટા અંબાજી મંદિરે ધજા ચઢાવી રાજસ્થાનના રણુજામાં નેજા ચઢાવશે. રોજ 50 કિમી ચાલી, 12 દિવસમાં 600 કિમી અંતર કાપી રામદેવડા પહોંચશે.