ગુજરાતના એક રેલવે સ્ટેશનમાં આખા EIFFEL TOWER જેટલું સ્ટીલ વપરાયું: 11 હજારથી વધુ પેસેન્જર સમાઈ શકશે.
ગુજરાતના એક રેલવે સ્ટેશનમાં આખા EIFFEL TOWER જેટલું સ્ટીલ વપરાયું: 11 હજારથી વધુ પેસેન્જર સમાઈ શકશે.
Published on: 15th December, 2025

ગુજરાતના ભૂજમાં ન્યૂ ભૂજ રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, જેમાં EIFFEL TOWER જેટલું સ્ટીલ વપરાયું છે. અમદાવાદના કાલુપુર અને સાબરમતી પછી આ સૌથી આધુનિક સ્ટેશન હશે. 75% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને એપ્રિલ, 2026 સુધીમાં તૈયાર થઈ જશે. સ્ટેશન 12,780 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે, જેમાં બે એન્ટ્રી ગેટ, 10 એસ્કેલેટર અને 13 લિફ્ટ હશે. 3,240 સ્ક્વેર મીટરનો કોન્કોર્સ એરિયા અને 11,800 પેસેન્જર સમાઈ શકે તેવી ક્ષમતા હશે.