ટ્રાફિક સલામતી સંદેશ: નવસારી પોલીસે અકસ્માત ઘટાડવા ગણેશજીને સીટબેલ્ટ સાથે કારમાં બેસાડ્યા.
ટ્રાફિક સલામતી સંદેશ: નવસારી પોલીસે અકસ્માત ઘટાડવા ગણેશજીને સીટબેલ્ટ સાથે કારમાં બેસાડ્યા.
Published on: 31st August, 2025

નવસારી ટ્રાફિક પોલીસની ટ્રાફિક જાગૃતિ માટે અનોખી પહેલ; ગણેશજીની પ્રતિમાને સીટબેલ્ટ સાથે કારમાં બેસાડી. SP રાહુલ પટેલના નેતૃત્વમાં આ અભિયાનનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ત્રિપલ સવારી, સીટબેલ્ટ અને હેલ્મેટના નિયમોનો સમાવેશ થાય છે. NH 48 પર અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ છે, લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે જરૂરી છે.