લખપતની કાળી નદીનું પાણી ઓસર્યું છતાં ST બસો બંધ, મુસાફરોને હાલાકી.
લખપતની કાળી નદીનું પાણી ઓસર્યું છતાં ST બસો બંધ, મુસાફરોને હાલાકી.
Published on: 04th September, 2025

લખપત તાલુકામાં વરસાદથી કાળી નદીમાં પાણી આવતા ઘડુલીથી પાનધ્રો માર્ગ બંધ થયો હતો. પાણી ઓસર્યા બાદ પણ ST બસો વૈકલ્પિક માર્ગે ચાલે છે, જેથી વિરાણી નાની, ઘડૂલી સહિતના ગામોના મુસાફરોને દયાપર ઉતરી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. માર્ગની ખરાબ હાલત અંગે તાલુકા પંચાયત પ્રમુખે GMDCને રજૂઆત કરી છે અને સમારકામ ન થાય તો વાહનો રોકવાની ચેતવણી આપી છે.