શાકભાજીમાં ઈયળ મળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ.
શાકભાજીમાં ઈયળ મળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ.
Published on: 04th August, 2025

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (M.S.U.)ની બોયઝ હોસ્ટેલના એસપી હોલની મેસમાં ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના બની. શનિવારની રાત્રે આ ઘટના બન્યા બાદ સત્તાધીશોએ મેસને કામચલાઉ ધોરણે બંધ કરાવી દીધી છે. યુનિવર્સિટીના ચીફ વોર્ડન વિજય પરમારે જણાવ્યું કે, એસપી હોલની મેસમાં વિદ્યાર્થીઓના ભોજનમાં શાકમાંથી ઈયળ નીકળી હતી, જેનો વિડીયો પણ એક વિદ્યાર્થીએ બનાવ્યો હતો.